Jamin Mapani online | Jamin Mapani Chart, Calculator, Record | જમીન માપણી

Jamin Mapani: અહી અમે જમીન માપણી ની સંપૂર્ણ જાણકારી આપી છે. જેમાં Jamin Mapani online, Chart, Calculator, Record વિશે સંપૂર્ણ જાણકારી મળશે.

Jamin Mapani | જમીન માપણી

અહી અમે આપની સાથે જમીન માપણી(Jamin Mapani) સંદર્ભે સંપૂર્ણ જાણકારી શેર કરી છે જેવી કે Jamin Mapani Chart, Jamin Mapani Calculator, Jamin Mapani Record Online વગેરે…

ઘણા લોકો ઇન્ટરનેટ પર જમીન માપણી(Jamin Mapani) સંદર્ભે શોધતા હોય છે કે જમીન માપણી કેવી રીતે કરાવવી તેનો રેકોર્ડ કેવી રીતે મેળવવો, વગેરે… અહિ અમે તેના વિષે સંપૂર્ણ જાણકારી સ્ટેપ બાય સ્ટેપ શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી ની મદદ થી આપ આપની જમીન માપણી(Jamin Mapani) આસાની થી ઓનલાઇન કરાવી શકો છો.

What is Jamin Mapani? | જમીન માપણી શું છે?

જમીન માપણી એ જમીન નો ચોક્કસ ભૌગોલિક આકાર અને તેનું ક્ષેત્રફલ મેળવવાની પ્રક્રિયા છે. માપણી એટલે માપન કરાવવું અને જમીન માપણી એટલે જમીન નું માપન કરાવવું. જ્યારે કોઈ પણ જમીન નો ચોક્કસ આકાર, હદ અને ક્ષેત્રફલ વિશે જાણકારી મેળવવી હોય ત્યારે Jamin Mapani દ્વારા તે માહિતી ને મેળવી શકાય છે.

Jamin Mapani એ સરકારી અધિકારીઑ દ્વારા તેમની દેખરેખ માં કરવામાં આવતી હોવાથી અને સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવતી હોવાથી તેને એક પ્રમાણિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. અહી નીચે જમીન માપણી online કેવીરીતે કરાવવી તેની સંપૂર્ણ જાણકારી આપી છે.

Jamin Mapani Online કેવી રીતે કરાવવી?

અહી નીચે અમે જમીન માપણી કેવી રીતે કરાવવી તેની સંપૂર્ણ જાણકારી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે. અહી આપવામાં આવેલ જાણકારી ની મદદ થી આપ જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સ્ટેપ 1:: જમીન માપણી કરાવવા માટે સૌ પ્રથમ “https://iora.gujarat.gov.in/Index.aspx” વેબ પેજ પર જાઓ.
  • સ્ટેપ 2:: ત્યાર બાદ ઉપર ત્યાં ઉપર આપવામાં આવેલ મૈન મેનૂ પર “Online Application” લખેલું છે તેના પર ક્લિક કરો.
Jamin Mapani Online Form 1
  • સ્ટેપ 3: Online Application પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે. અહી આપ “અરજી નો હેતુ” માથી “જમીન માપણી સંબંધિત અરજી” પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: ત્યાર બાદ અરજી ના પ્રકાર માં જઇ “સરવે નંબર ની હદ, હિસ્સા અથવા પૈકી ભાગ અંગે માપણી કરવા માટેની અરજી” પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: ત્યાર બાદ મોબાઇલ નંબર, ઇ મેઇલ એડ્રૈસ અને Code નાખી Generate OTP પર ક્લિક કરો.
  • સ્ટેપ 6: હવે આપની સામે નવું પેજ ઓપન થશે જેમાં જિલ્લો, તાલુકાનું નામ, ગામ નું નામ વગેરે ની વિગત ભરવી પડશે.
Jamin Mapani Online Form 2
  • સ્ટેપ 7:: ત્યાર બાદ Submit ઉપર ક્લિક કરવાથી પેમેંટ ના ઓપ્શન માટે પૂછવામાં આવશે. અહી આપની સુવિધા અનુસાર આપ પેમેંટ ની રીત ને પસંદ કરી શકો છો.

Jamin Mapani Record | જમીન માપણી નો રેકોર્ડ

જમીન માપણી માટે ઓનલાઇન અરજી અને fee ના પેમેંટ પહેલા આપની પાસે બે ઓપ્શન ઉપલબ્ધ હશે જે નીચે પ્રમાણે હશે.

  • સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)
  • અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)

સાદી માપણી જેનો નિકાલ 60 દિવસમાં કરવામાં આવે છે જ્યારે, અરજન્ટ માપણી જેનો નિકાલ 30 દિવસમાં કરવામાં આવે છે.

જમીન માપણી ને રેકોર્ડ 30 દિવસ માં નિયત ફી ને જમા કરાવવા બાદ પ્રાપ્ત કરી શકાશે. અહી કરવામાં આવેલ જમીન માપણી સામે કોઈ પ્રશ્ન કે વાંધો હોય તો માપણી ના 60 દિવસ માં વાંધા અરજી કરવાની હોય છે.

Jamin Mapni Chart | જમીન માપણી ચાર્ટ

જમીન માપણી ના ચાર્ટ ના માધ્યમ થી જમીન ના ક્ષેત્રફળ ને એક એકમ માં થી બીજા એકમ માં ફેરવવા માં સરળતા રહે છે જેમ કે સર્વે નંબર માં આપવામાં આવેલી વિગતો હેક્ટર, ચો મી અને આરે માં હોય છે પરંતુ વ્યવહારુ ઉપયોગ માં આપણે જમીન ને વીઘા કે એકર માં માપી એ છીએ આથી અહી આપવામાં આવેલ Jamin Mapni Chart/ જમીન માપણી ચાર્ટ ના માધ્યમ થી આપ જમીન ને વિવિધ એકમ માં બદલી શકશો.

1 ચો. વાર 9 ચો. ફૂટ
1 ચો. વાર 0.8361 ચો. મી
1 ચો. ફૂટ0.0929 ચો મી
1 એકર 40 ગુંઠા
1 એકર4046.85 ચો મી
1 એકર0.4046 હેક્ટર
1 હેક્ટર 2.4711 એકર
1 હેક્ટર 10000 ચો મી
1 હેક્ટર 1.1960 ચો વાર
1 ગુંઠા101.1713 ચો મી
1 ગુંઠા121 ચો વાર
1 ગુંઠા1010 ચો ફૂટ
1 વીઘા 2378 ચો મી
1 વીઘા 2843.5 ચો વાર
1 વીઘા 25591.50 ચો ફૂટ
1 કિલોમીટર 1000 મી
1 કિલોમીટર 0.6214 માઈલ
1 માઈલ 1.609 કિ મી
1 ચો કિ.મી100 હેક્ટર
1 વાસા1280 ચો ફૂટ
20 વાસા1 વીઘા
1 વાસા 119 ચો મી
Jamin Mapani Chart and Claculator

અહી અમે આપની સાથે જમીન માપણી(Jamin Mapani) ની સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપાવામાં આવેલ જાણકારી આપણે જમીન માપણી કેવી રીતે કરાવવી તેમાં મદદ કરશે.

FAQ – Jamin Mapani

જમીન માપણી એ પ્રમાણિત છે?

જમીન માપણી એ સરકારી અધિકારી ઑ દ્વારા કરવાં આવે છે આથી તે એકપ્રામાણિત ડોકયુમેંટ છે. તેમાં જમીન ની હદ ક્ષેત્રફલ, નક્શો વગેરે ને સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલી હોય છે.

જમીન માપણી કેવી રીતે કરી શકાય છે?

ગુજરાત માં જમીન માપણી માટે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકાર થી અરજી કરી શકાય છે. અહી અમે ઉપર ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ જાણકારી આપી છે. તેમાં આપવામાં આવેલ સ્ટેપ ના માધ્યમ થી જમીન માપણી નું ફોર્મ ભરી અરજી કરી શકાય છે.

જમીન માપણી માં કેટલો સમય લાગે છે?

ગુજરાત માં જમીન માપણી માં બે પ્રકાર ના વિકલ્પ ને આપવામાં આવે છે. જેમ કે સામાન્ય જમીન માપણી જે 60 દિવસ ની પ્રક્રિયા છે જ્યારે અરજન્ટ માપણી જેનો નિકાલ 30 દિવસમાં કરવામાં આવે છે.

અહી આપવામાં આવેલ પ્રશ્નો સિવાય આપ ને કોઈ જમીન માપણી સંબંધિત મુંજવાન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં આમારો સંપર્ક કરી શકો છો.